• ગઝલ માનવ*


કુદરતની એક અજાયબી ઠરતો માનવ,
દુનિયામાં કોઈથી ય ના ડરતો માનવ.

રૂપતણાં ઘોર ગુમાનમાં રાચી બધ્ધે,
ભૂલો કેરી ભ્રમ-જાળમાં ભમતો માનવ.

બાહુબળતણાં હુંકારમાં ભાન ગુમાવી,
રાવણ થૈને સીતા અહીં હરતો માનવ.

નાણાં તો કોઈએ સુખે પેટ જ ભરવા,
મારું માની સંગ્રહ કરી મરતો માનવ.

પદથી તો અંત્યોદયતણો સહયોગ બને,
પણ પોતે જ વિધાતા બની ફરતો માનવ.

એ બુદ્ધિતણો ઉપયોગ સાચો જાણે નૈ,
કુદરતદ્રોહી કૈં કારસા કરતો માનવ.

સમજણથી જીવે માનવી, તો સૌ સુખ પામે,
‘કલમ’ ગઝલથી આમ બનવા મથતો માનવ.
- ભૂપેશ રાવલ ‘કલમ’

Bhupesh Raval ji

Back